તે ક્યાં છે?

અંદર જેનો પડઘો,

એનો શબદ મૂળ તે ક્યાં છે?

અંદર જેની છાયા,

એની અસલી કાયા ક્યાં છે?

પગલી જેની, એના મારે

ચરણ જોઈએ ચરણ;

જેની અડતી નજર, થવું છે

એ આંખોનું સ્વપ્ન!

જળમાં જેના વમળો

એના કમળો ક્યાં છે? ક્યાં છે?

જેને સુમિરણ ચિત્ત ચમકતું

એને પૂરા પરશવું;

ચિદાકાશમાં છવાય, તેની

ચાંદની થઈ વરસવું!

જેણે દીધી પાંખ,

ઊડતું અંબર એનું ક્યાં છે?

( ચંદ્રકાંત શેઠ )

2 thoughts on “તે ક્યાં છે?

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.