એક સુરતી હઝલ

એક સુરતી હઝલ

( લગ્નોત્સુક યુવકને ચેતવણી )

પન્નીને પહતાય તો કેટો ની

વાહણ જો અથડાય તો કેટોની

અમના તો કેટો છે કે પાંપણ પર ઉંચકી લેમ

પછી માથે ચડી જાય તો કેટો ની

અમના તો પ્યાર જાણે રેહમની ડોરી

એના પર લૂગડાં હૂકવાય તો કેટો ની

એની આંખોના આભમાં પંખીનાં ટોળાં

પછી ડોળા દેખાય તો કેટો ની

હમ, ટુમ ઔર ટન્હાઈ, બધું ઠીક મારા ભાઈ

પછી પોયરાં અડ્ડાય તો કેટો ની

( ડો. રઈશ મનીઆર )

ડો. રઈશ મનીઆર સુરતના પ્રખ્યાત બાળરોગ નિષ્ણાત છે. એમના ગઝલ સંગ્રહો કાફિયાનગર અને શબ્દ મારા સ્વભાવમાં જ નથી પ્રકાશિત થઈ ચૂક્યા છે. તે ઉપરાંત એક હઝલ સંગ્રહ પન્નીને પહતાય તો કેટો ની! પણ પ્રકાશિત થયો છે. ડો. રઈશભાઈને સાંભળવા એ એક લ્હાવો છે. કવિ સંમેલનમાં ઘણી વાર એમને સાંભળવાનો મોકો મને મળ્યો છે. ડો. રઈશભાઈ ગમે તેટલી ગઝલો સંભળાવે તો પણ શ્રોતાઓની એક ફરમાઈશ તો કાયમની હોય જ છે...અને તે ઉપરોક્ત હઝલ સાંભળવાની.

[ ડો. રઈશ મનીઆર, નાગર ફળિયા, પાણીની ભીંત, સુરત-૩૯૫૦૦૩. ]

One thought on “એક સુરતી હઝલ

 1. Heenaben,,,,tamari lagbhag badhi j post wanchu chu,,,bhauj khush
  chu ke aapana Gujarati bhasha ne takavi rakhwanu kaam je karo cho te
  mate tamone dhanyawad…tamo e mokalel kavita/shayario thi parpur
  khajano pirso cho te khubaj aabhari chu…
  Tamari amuk post marathi tabiyat ne karane vanchai nathi,ane jawab pan
  nathi aapi shakyo te badal xama chahu chu.
  Chandra.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.