કીકીમાં કેદ કરી લીધા

By heenaparekh  

કીકીમાં કેદ કરી લીધા મેં કાનજીને કીકીમાં કેદ કરી લીધા

ભોળી નથી કે હવે લોચન ઉઘાડું

છો ને વગડામાં વાંસળીઓ વાગે,

મધરાતે કોઈ ભલે બારણાં ધકેલે બાઈ

મારે બલારાત જાગે,

જનમના જાણકાર કેદના તે એણે

છૂટવાના છળ ભલાં કીધાં….મેં કાનજીને.

જુગ જુગ જોગીડા ભલે ગાળે સમાધમાં

વાળે પલાંઠી શ્વાસ રોકે,

મેં તો પલકમાં જ પકડ્યાં મેં પાધરા

પધરાવ્યા શમણાંના લોકે

વાંકા તે વેણના ને વાંકા વહેવારના

એમ વના થાય ના સીધા

મેં કાનજીને કીકીમાં કેદ કરી લીધા.

( ડો. જયંત પાઠક )

Share

2 Comments

  1. Chandra
    Posted March 1, 2009 at 8:51 pm | Permalink | Reply

    are wah kiki ma ked kari leedha me “kanjine
    bholi nathi ke have lochan ughadu

    ketali sundar kavita wanch to ja rahi gayo……..
    be ghadi khowai pan gayo….

    Comment By: Chandra.

  2. Sharad Shah
    Posted March 28, 2010 at 11:21 pm | Permalink | Reply

    મારા ગુરુ કહે છે, “પરમાત્મા તો હરક્ષણે, હરપળે મોજૂદ છે, પણ જોનારી આંખ કંયા છે?” એ આંખ ત્યારે જ બને છે જ્યારે કાનો કીકી માં કેદ થયેલો હોય. મીરાં ની કીકીમાં એ કેદ હતો એટલે તેને હર જગ્યાએ તેના દર્શન થતાં. હળાહળ ઝેરમાં પણ તેને હરી દિઠાં અને ઝેર પણ અમ્રુત બની ગયું. રચના માં ખૂબ સુન્દર ભાવ છે જે હ્રુદય ને સ્પર્શ્યા વગર ન રહે.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME