ફૂલ Mar3 કોઈ મને ફૂલ આપે ને હું અસ્વસ્થ થઈ જાઉં છું. કોઈ મને શા માટે ફૂલ આપે? કોઈ મને ફૂલ આપે… ત્યારે મને યાદ આવે છે… એક દિવસ કોઈએ મને ગુલાબની હથેળીમાં મૂકીને ફૂલ આપ્યું હતું. મેં એને કેટલાય દિવસ સુધી સાચવી રાખ્યું હતું,– એ કરમાઈ ગયું ત્યાં સુધી… ત્યાર પછી કોઈ મને ફૂલ આપે ત્યારે મને ગંધ આવે છે… ( વિપિન પરીખ )
very very good
ત્યાર પછી
કોઈ મને ફૂલ આપે
ત્યારે મને ગંધ આવે છે…
( વિપિન પરીખ )