ફૂલ

By heenaparekh  

કોઈ મને ફૂલ આપે

ને હું અસ્વસ્થ થઈ જાઉં છું.

કોઈ મને શા માટે ફૂલ આપે?

કોઈ મને ફૂલ આપે…

ત્યારે મને યાદ આવે છે…

એક દિવસ કોઈએ મને

ગુલાબની હથેળીમાં મૂકીને ફૂલ આપ્યું હતું.

મેં એને કેટલાય દિવસ સુધી સાચવી રાખ્યું હતું,-

એ કરમાઈ ગયું ત્યાં સુધી…

ત્યાર પછી

કોઈ મને ફૂલ આપે

ત્યારે મને ગંધ આવે છે…

(  વિપિન પરીખ )

Share

One Comment

  1. bhagvanji
    Posted March 6, 2009 at 5:37 pm | Permalink | Reply

    very very good

    ત્યાર પછી

    કોઈ મને ફૂલ આપે

    ત્યારે મને ગંધ આવે છે…

    ( વિપિન પરીખ )

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME