એક બાળકનેય જે સમજાય એવું બોલજે
આ ગઝલ છે: જેવું મનમાં થાય એવું બોલજે
મર્મ આપોઆપ ખૂલી જાય એવું બોલજે
બોલ જે તારો પડે; ઝિલાય એવું બોલજે
આભના સૂનકારમાં પડઘાય એવું બોલજે
મુક્ત કંઠે પંખીઓ જે ગાય એવું બોલજે
કોઈ પથ્થરની સૂરત મલકાય એવું બોલજે
ને હરિનાં લોચનો ભીંજાય એવું બોલજે
કોઈએ જોયો નથી પણ સૌને તારા શબ્દમાં–
પોતપોતાનો પ્રભુ દેખાય એવું બોલજે
આગ છે વાતાવરણમાં; વાતમાં; જઝ્બાતમાં
તો જરા આબોહવા બદલાય એવું બોલજે
ખૂબ મોટો બોજ લઈને લોક જીવે છે અહીં
એમના હૈયાથી જ ઊંચકાય એવું બોલજે
સાંભળે છે જે તને બોલી શકે છે તે સ્વંય
માન સૌના મૌનનું સચવાય એવું બોલજે.
’કંઈ હવે બોલું નહીં’: નક્કી કરે એવું ભલે–
મૌન પણ તારું સહજ સમજાય એવું બોલજે!
ખૂબ નાજુક; ખૂબ નમણી; ખૂબ કોમળ છે ગઝલ
અંગ એનું સહેજ ના મરડાય એવું બોલજે.
( રિષભ મહેતા )
very very doog
be easy to all aspect
Are Wah,,khub naajuk; khub namani; khub komal
chhe gazal
Ang enoo sahej naa mardaay evoo blolje…
Jindgimaa jo badhaay aaj pramane bole to aa
duniya ma poochh voo j shu
RISHABHBHAI,,,kaveetama kharekhar aanand
aavyo..