આવ તને હું રંગી નાખું મારા રંગે
લાગણીઓની છાલક એવી મારું
અડતાંવેંત જરીમાં પ્રસરે લાલી તારા આખા અંગે
લે પિચકારી છમાક દઈને છૂટી કે આ કેસરિયા પાણીમાં
આવ્યાં પૂર અચાનક
લાલચટક ગાલોની ઉપર દરિયો ગાંડોઘૂમ અને આંખોની હોડી
ઘડીકભરમાં ગુમ અચાનક
ગુલાલછોયી શરમ પછેડી તાણી નીકળી
કોની છે મગદૂર ચડે જે સામે જંગે
હોળી દરેક વર્ષે આવે આ વર્ષે પણ આવી
તો આ નવા ફૂટેલા ઝરણા જેવું આખર શું છે
પહેલાંની હોળીઓ સાવ જ એકલપેટી ઓસરતી
ને આ વેળામાં ફેર ગણું તો સાથે તું છે
એકલદોકલ ભીંજાવાની વાત જુદી
ને વાત જુદી કંઈ ભીંજાવાની તારી સંગે
આવ તને હું રંગી નાખું મારા રંગે
( હિતેન આનંદપરા )
khub saras rachna…..
holi mubarak
pahelani holio saav j ekalpeti osarti ne aa vedama
fer ganu to saathe tu chhe
wah re wah aav tane hu rangi nakhu maara range
heetenbhai kharekhar maja aavi gai.