જિંદગી માણું છું હું આપની સંગત વચ્ચે
ક્યાંક આવી ન પડે મોતની દહેશત વચ્ચે
પ્રેમને પ્રાર્થનારૂપે જ સ્વીકારી લઈએ-
વાત કરીએ દુનિયાની ઈબાદત વચ્ચે
એમાં ઈન્કાર કે ઈકરારની લિજ્જત મળશે
પ્યારમાં હોતી નથી નસિહત વચ્ચે
એ ન પૂછો કે નિભાવી છે અમે કઈ રીતે
દોસ્તી એની જગતભરની અદાવત વચ્ચે
ગાઢ સંબંધોમાં ઓ ‘રાઝ’ પડી ક્યાંથી તિરાડ
એમાં આવી હશે ખોટી કોઈ દાનત વચ્ચે
( ‘રાઝ’ નવસારવી )
very good writing
mane tamari kavita khubaj gami
best of luck
gohil_jaydev_2008@yahoo.com
very very best
દોસ્તી એની જગતભરની અદાવત વચ્ચે
ગાઢ સંબંધોમાં ઓ ‘રાઝ’ પડી ક્યાંથી તિરાડ
એમાં આવી હશે ખોટી કોઈ દાનત વચ્ચે
( ‘રાઝ’ નવસારવી )
dadhh sabandho ma o “RAZ” padi kyathi teerad
ema aavi hashe khoti koi danat wache,,,,,,,,,,,,
khub saras ….enjoyed very much
એમનો પરીચય
http://sureshbjani.wordpress.com/2006/12/21/raz_navsarvi/
આ લી ન્કમાં અંગ્રેજી નામ જુઓ. આમ કરવાથી યુ.આર. એલ . ટુંખું થઈ શકશે.