ત્રણ લઘુ કાવ્યો

By heenaparekh  

આપણાં સંબંધમાં

પહેલાં વાતો ખૂટતી નહોતી

અને હવે

મૌન ખૂટતું નથી

*

આપણા સંબંધોમાં

હું વાંસળી બની

છેદાઈ ગયો,

પણ તેં ફૂંક જ ન મારી

*

આજ દિવસ સુધી

મેં કલમથી હિંસા કરી નથી,

છતાં મારા હાથમાં

આ છરી કોણ મૂકી ગયું?


( કિશોર શાહ )

Share

One Comment

  1. rajniagravat
    Posted March 13, 2009 at 10:49 am | Permalink | Reply

    તમે જાણો જ છો કે ગદ્ય મારો ગમતીલો સાહિત્ય પ્રકાર છે પરંતુ એનો મતલબ એ નથી કે પદ્યનો પ્રવાસ જ નથી કરતો.. આ લઘુ કાવ્યો ખરેખર ગમ્યા.

    એક નાનકડું સુચન કરુ? રચયિતાના નામની સાથે સાથે સોર્સ પણ લખો તો કેમ રહે? જેમ કે કયા પુસ્તક, મેગેઝિન, અખબાર કે અન્ય મિડિયા પાસેથી મળયુ.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME