સાથ લીધી એ ગઠરી;
કોઈ કહે માયાનું ઘર ને
કોઈ કહે, ઘરવખરી!
વળગો તો એ વધે વજનમાં,
અળગા તો એ ખાલી!
ગાંઠો બાંધો કસી કસીને,
સાચવવાની ઠાલી!
સહજ રાખવો સંબંધ એવી
વાત કહે છે ખબરી;
સાથ લીધી એ ગઠરી.
શ્વાસે શ્વાસે નથી લખ્યું કે
જાવું કયા સરનામે?
આખ્ખું આ ઘટનાલય ચાલે
અંજળ સરખા ગામે.
સુખોય ક્યાં સાચુકલાં મળતાં,
પીડાય છે અધકચરી:
સાથ લીધી એ ગઠરી.
( ગિરીશ ભટ્ટ )



4 Comments
vaah
શ્વાસે શ્વાસે નથી લખ્યું કે
જાવું કયા સરનામે?
આખ્ખું આ ઘટનાલય ચાલે
અંજળ સરખા ગામે.
khuba ja saras
jaavu kya sarname ? Aakhuu aa ghatnalay chale
anjal sarkha gaame ..
sukhoy kya saachukala malta,
PEEDAY CHHE ADHKACHRI :
saath lidhi e gathhari……WAH GEERISHBHAI
KAMAL NI CHHE KAVEETA.
IT IS NICE.
બહુ મજાની રચના.
શ્વાસે શ્વાસે નથી લખ્યું કે
જાવું કયા સરનામે?
…. ધન્યવાદ.