એક દિવસ

એક દિવસ

ઓફિસે જતાં જતાં રસ્તામાં

પગની નીચે આવી ગયો

પથ્થર

પછી તો બસ

દરિયાનાં મોજાંની જેમ સતત

પથ્થર જ પથ્થર

પગને નીચે આવવા લાગ્યા

રસ્તાઓ બધા ખોદાઈ રહ્યા હતા

સારું હતું કે

મારા ગામડાના પગને

પથ્થરની આદત હતી

હવે મારા પગ ગામડામાં વસે છે

અને

આ શહેર મારી છાતીમાં શ્વસે છે.


( કિશોર શાહ )

One thought on “એક દિવસ

  1. સમુદ્ર પોતાનાં અનંત મોજાઓ વડે ચટ્ટાન પર પ્રહારો કરે છે. ચટ્ટાનનાં અટ્ટહાસ્ય વડે કિનારો ગાજી ઊઠે છે. ને વિખરાયેલું મોજું ભુતકાળનીં આવી જ એક ચટ્ટાનનીં રેતીને પોતાનીં સાથે પેટાળમાં ઢસડી જાય છે.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.