http://heenaparekh.com/2009/03/17/%e0%aa%8f%e0%aa%95-%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b8/
એક દિવસ
ઓફિસે જતાં જતાં રસ્તામાં
પગની નીચે આવી ગયો
પથ્થર
પછી તો બસ
દરિયાનાં મોજાંની જેમ સતત
પથ્થર જ પથ્થર
પગને નીચે આવવા લાગ્યા
રસ્તાઓ બધા ખોદાઈ રહ્યા હતા
સારું હતું કે
મારા ગામડાના પગને
પથ્થરની આદત હતી
હવે મારા પગ ગામડામાં વસે છે
અને
આ શહેર મારી છાતીમાં શ્વસે છે.
( કિશોર શાહ )



One Comment
સમુદ્ર પોતાનાં અનંત મોજાઓ વડે ચટ્ટાન પર પ્રહારો કરે છે. ચટ્ટાનનાં અટ્ટહાસ્ય વડે કિનારો ગાજી ઊઠે છે. ને વિખરાયેલું મોજું ભુતકાળનીં આવી જ એક ચટ્ટાનનીં રેતીને પોતાનીં સાથે પેટાળમાં ઢસડી જાય છે.