જ્યારથી લોકો બધા વાદે ચડ્યા ઈમેઈલના,
જોવા પણ મળતા નથી હસ્તાક્ષરો ફીમેલના.
તું હમેશાં કાલ પર ટાળે છે આખી વાતને,
આમ તું મળવાની મુદત રોજ પાછી ઠેલના.
તું હવે જોજે પવનનાં ટોળેટોળાં આવશે,
મીણબત્તીએ કરી છે સૂર્યની અવહેલના.
લોક કે’છે, મોરનાં ઈંડાં ચીતરવાં ના પડે
પણ હું પૂછું છું કે, ઈંડાં મોરનાં કે ઢેલનાં.
સાવ ઘેંટાબકરાં જેવા છે ખલીલ આ માણસો,
પાંદડાં ચાવે છે એ પણ રોજ નાગરવેલનાં.
( ખલીલ ધનતેજવી )
લોક કે’છે, મોરનાં ઈંડાં ચીતરવાં ના પડે
પણ હું પૂછું છું કે, ઈંડાં મોરનાં કે ઢેલનાં.
સાવ ઘેંટાબકરાં જેવા છે ખલીલ આ માણસો,
પાંદડાં ચાવે છે એ પણ રોજ નાગરવેલનાં.
વાહ આ પંક્તિઓ બહુ ગમી
very nice
આ પંક્તિઓ બહુ ગમી.
Lovely, Vah Khalil Vah!
mind blowing thinking
તું હવે જોજે પવનનાં ટોળેટોળાં આવશે,
મીણબત્તીએ કરી છે સૂર્યની અવહેલના.
khuub saras
સાવ ઘેંટાબકરાં જેવા છે ખલીલ આ માણસો,
પાંદડાં ચાવે છે એ પણ રોજ નાગરવેલનાં.
Great I like It This Lines Most
Very Nice