એક પરબીડિયું હતું


નામ સરનામા વગરનું એક પરબીડિયું હતું

કોઈ પણ બહાના વગરનું એક પરબીડિયું હતું

દી પુછાવ્યો લગ્નનો જીવીના બુઢા બાપુએ

જરકસી જામા વગરનું એક પરબીડિયું હતું

તેં કશું પૂછ્યું નહીં ને હું કશું બોલ્યો નહીં

સહેજ પણ હા-ના વગરનું એક પરબીડિયું હતું

જ્યાં સુધી ખોલ્યું નતું એ ત્યાં સુધી દરિયો હતું

પણ પછી ઘટના વગરનું એક પરબીડિયું હતું

( સંદીપ ભાટિયા )

7 thoughts on “એક પરબીડિયું હતું

 1. સહેજ પણ હા-ના વગરનું એક પરબીડિયું હતું

  જ્યાં સુધી ખોલ્યું ન’તું એ ત્યાં સુધી દરિયો હતું

  પણ પછી ઘટના વગરનું એક પરબીડિયું હતું

  ( સંદીપ ભાટિયા

 2. ya , jay shudhi khulyu nhotu dariyo hatu. like our filling . jayshu dhi kahvay nhi bhdhu bharlu an pachi khali kham.

 3. khubaj sundar kavita,,
  SANAMA VAGARNU EK PABIDIYU HATU

  PAN PACHHI GHAT NA VAGARNU EK PARBIDIYU HAU…

  atee sundar

 4. superb sagar in gagar

  મિત્ર સાચી વાત કહી શકતા નથી,

  કોઈ દુશ્મન, કોઈ વેરી જોઈએ.

  ફૂલની ફરિયાદ સાંભળશે બધાં,

  કંટકોને પણ કચેરી જોઈએ.

  આંકવા ‘હમદમ’ ગઝલની આબરૂ,

  શબ્દનો કોઈ ઝવેરી જોઈએ.

  ( તુરાબ ‘હમદમ’

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.