હમણાં હમણાં કહ્યું મને
ડૂબતા સૂર્યે-
રંગ આ કાચા છે’
કહ્યું નદીએ પણ
’હા, હમણાં ઊતરી જશે.’
આટલી વિરાટ સુષમા,
આટલું સૌંદર્ય
વારંવાર અંકિત થશે
લુપ્ત થવા માટે?
પૂછ્યું મારા મોહે.
જવાબ મળ્યો-
’હા, નવાં-નવાં રૂપોમાં
ફરી-ફરીને પામવાનું સુખ
વારંવાર ખોવાયા વગર ક્યાં મળે છે?
પાઠ આ શાશ્વત છે
અમે તો દોહરાવશું.’
( સર્વેશ્વરદયાલ સક્સેના, અનુવાદ:સુશી દલાલ )



6 Comments
વાહ વાહ ખુબ સરસ આપની દરેક પોસ્ટ ખુબ જ સરસ હોય છે
વાહ વાહ ખુબ સરસ આપની દરેક પોસ્ટ ખુબ જ સરસ હોય છે
વાહ વાહ ખુબ સરસ આપની દરેક પોસ્ટ ખુબ જ સરસ હોય છે
Beutiful…
fari-fari ne pamvanu sukh
varamvar khowaya vagar kya male chhe ?
pathh aa shaswat chhe.
ame to dohravashu…..kharekhar sundar kaveeta.
Chandra.
KHUB J SUNDER KAVYPANKTI, HINABEN,
KHUB J MAZA AVE CHHE.