સ્વરૂપે અવસ્થાનમ્

By heenaparekh  

દશે દિશાઓ સ્વયમ આસપાસ ચાલે છે

શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે

કશેય પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે?

અહીં ગતિ જ છે વૈભવ વિલાસ ચાલે છે

કોઈનું આવવું, નહીં આવવું, જવું, ન જવું

અમસ્તો આંખમાં ઉઘાડ-વાસ ચાલે છે

દશે દિશામાં સતત એકસામટી જ સફર!

અને હું એ ય ન જાણું…કે શ્વાસ ચાલે છે

અટકવું એ ય ગતિનું જ કોઈ રૂપ હશે!

હું સા…વ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે.

( જવાહર બક્ષી )

Share

4 Comments

  1. Posted March 22, 2009 at 2:15 pm | Permalink | Reply

    હું સા…વ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે

    જ્યારે માનવને પોતાના સ્વરૂપની અનુભુતી થાય ત્યારે કશોક આવો જ અનુભવ થતો હશે કે સર્વ કાંઈ તેનામાં રમી રહ્યું છે. પોતે તો સાવ સ્થીર છે અને વળી એટલો તો વ્યાપક કે જગતની આ બધી યે હલચલ જાણે કે તેની અંદર રમાતો એક રાસ હોય.

  2. gujjulal
    Posted March 22, 2009 at 7:23 pm | Permalink | Reply

    વાહ, ફના સાહેબ, વાહ!
    તમારો કાવ્યપ્રવાસ ચાલતો રહે અને અમને આવા મજાના ઉતારાઓની ઝલક મળતી રહે!

  3. Posted March 23, 2009 at 4:33 am | Permalink | Reply

    તદા દ્રુશ્ટાસ્વરુપેવસ્થાનમ,વૃત્તિસારુપ્યમિત્ર, વ્રુત્તયહ પન્ચ્તય્યા ક્લિસ્ટા અક્લિશ્ટા, પ્રમાન વિપર્યય વિકલ્પ નિન્દ્રા સ્મ્રુતય…..અંતર્સાધનાની અભિવ્યક્તિરુપે કવિતા સારી છે..યોગાસન લગાવી અનુભવની ઓર મજા છે….

  4. pinke
    Posted March 23, 2009 at 2:12 pm | Permalink | Reply

    YA, VERY NICE POTA NA MA J POTANI ANUBHUTI KARVI. ANE BUJU BHAY JAGT MA JADTA NU ANUBHAVU KHUB J SHARSH CHA.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME