કોઈનું બૂરું

By heenaparekh  

કોઈનું બૂરું કરવું નહીં

કોઈનું બૂરું ઈચ્છવું નહીં

કોઈનું શાંત સરોવર:

એમાં ખારા જળને ભરવું નહીં.

કોઈને મારગ ઝાડ કે ફળો

આપણે આપણે રસ્તે ચલો

આપણે હરિને માથે રાખી

આપણે આપણો માળો ભલો

કોઈના સુખે રડવું નહીં

કોઈના દુખે હસવું નહીં.

કોઈની એવી માયા નહીં

કોઈની એવી છાયા નહીં

કાંઈ કશું નહીં વળગે, સળગે:

કોઈના અહીં પડછાયા નહીં

આપણે આપણું આભ ને ધરા

ક્યાંય પણ જરાય ડરવું નહીં.


( મુંજાલ શ્રોફ )

Share

2 Comments

  1. Vijay Shah
    Posted March 27, 2009 at 5:22 pm | Permalink | Reply

    saras vat

  2. pinke
    Posted March 27, 2009 at 6:26 pm | Permalink | Reply

    Khub j sars chhe.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME