કાચી કેરીને કોતરતો પોપટ
શું ખજૂરાહોથી આવ્યો હશે?
નિર્ભય કેલી કરતાં કપોતો
શું ખજૂરાહો જઈ આવ્યા હશે?
એકમેકમાં સમાઈ જતાં વાદળો
શું ખજૂરાહો પર ઝળૂંબ્યાં હશે?
વૃક્ષને વીંટળાઈ વળેલી વેલીનાં મૂળ
શું ખજૂરાહો સુધી લંબાયાં હશે?
જ્યારે
શ્વાસમાં શ્વાસ ભળે છે
આંગળીઓના પાશમાં હથેળીઓ ભીંસાય છે
ખુલ્લા કાળા વાળ આંખો પર પથરાય છે
ત્યારે
ટાંકણાથી
હું એક શિલ્પ ઘડું છું
હું ખજૂરાહો ગયા વિના
લોહીમાં કશુંક કંડારું છું.
( કિશોર શાહ )
માણસજાતની સંસ્કૃતીએ સર્જેલી, જરુરી અનેક વીસંગતતામાંની એકનું ચીંતનીય અને વીવાદાસ્પદ ચીત્રણ
માનવસમાજની આવી તો ઘણી બાબતો છે , જેમાં સભ્યતા અને સંસ્કૃતીએ પ્રકૃતીનો દાટ વાળ્યો છે.
ચીલાચાલુ કવીતા કરતાં, સાવ સાદી ભાષામાં વીચારતા કરી મુકે તેવી રચના .
ગમી
mansh mata na koe koe srjni skti hoy cha. ane tni prstuti pan alg alg hoy cha. sudar chitran karyu cha.