કયા યુગનું હશે? કેટલા જન્મો જૂનું,
મનમાં, આંખોમાં ઊભું અજ્ઞાત શિવાલય.
ઝીણી ઝીણી સહસ્ત્રધારા સતત સાંભળું,
સતત મથે છે સમજાવા કોઈ વાત શિવાલય.
શ્વાસ મંત્રની સાથ પ્રહર થાતા બદલાતા,
શિવરાત્રીની લઈને ઊભું રાત શિવાલય.
દીપશિખામાં ખૂણેખૂણો એમ ઝળહળે,
પ્રગટ્યું આમ સ્વયમભુ સાતે ધાત શિવાલય.
સતત એક ગુંજન ગુંબજ મધ્યે વીખરાતું,
ને ઝિલાતું ત્યાં થૈ જાતી જાત શિવાલય.
( રાજેશ વ્યાસ મિસ્કીન )
v.v.nice. dipsikha ne khukhuo zalhala .pdtyu am svybhu satha ghat sivaly.
સુંદર કવિતા છે..અરે વાહ તમે તો સુંદર ફોટોગ્રાફી પણ કરો છો ને ? અભિનંદન હીનાબેન
hello friends it very good & i like the complete poem
કયા યુગનું હશે? કેટલા જન્મો જૂનું,
મનમાં, આંખોમાં ઊભું અજ્ઞાત શિવાલય.
ઝીણી ઝીણી સહસ્ત્રધારા સતત સાંભળું,
સતત મથે છે સમજાવા કોઈ વાત શિવાલય.
શ્વાસ મંત્રની સાથ પ્રહર થાતા બદલાતા,
શિવરાત્રીની લઈને ઊભું રાત શિવાલય
i think photo graphy like somnath mahadev is very good
kharekhar,,sunder photography chhe,,,
somnath hahadev ni kahani to bahuj purani
chhe,,,,parantu je asal puranu mandir ni tasveer
male to avasaya prastu karsho.