હરિ, અક્ષર હળવા ફૂલ

હરિ, અક્ષર હળવા ફૂલ

અમે સૌ ભારી રે,

ત્રાજવડે બેસીને સૌને

તોળે છે અવતારી રે.

સુખનું પલ્લું સહેજ નમે

ત્યાં દુ:ખની આવે ભરતી રે,

સ્થિર રહે છે ઘટિકા

કિંતુ રેત સમયની સરતી રે,

સુખદુ:ખ પાર બતાવે છે એ

આનંદરસ અલગારી રે!

નાનું સરવર આશાનું

ઘનઘોર હતાશા સાગર રે,

સંગ કરાવે અવિનાશીનો

સંત પ્રગટ સચરાચર રે,

ઝળહળ ઝળહળ સકલ, પલક

જ્યાં પરસી ગૈ ચિનગારી રે!

( હરીન્દ્ર દવે )

One thought on “હરિ, અક્ષર હળવા ફૂલ

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.