સખીરી…

સખીરી, તોય રહી ગઈ તરસી

એ મારા પર હું એના પર ઓરસચોરસ વરસી

અધૂકડી અણધારી મુંને કૂવા કાંઠે ઝાલી

પાણી સુધી પહોંચાડીને ગાગર રાખી ખાલી

ઉતાવળાની પડી રહી આંગળીઓ છાતીસરસી

અવઢવના ઓથારે ઊભી હું ઝરમરતી જૂઈ

એણે આવી આડેધડ ઝંઝેડી નાખી મૂઈ

ઓચિંતી કાંઈ રૂંવેરૂંવે ફરી વળે રે…ફરસી

સખીરી તોય રહી ગઈ તરસી…

( સંજુ વાળા )

2 thoughts on “સખીરી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *