સંબંધો

સંબંધોને આપણે

પહેરીએ છીએ વસ્ત્રોની જેમ

અને વસ્ત્રો તો મેલાં પણ થાય.

વસ્ત્રોને ક્યારેક લાગે ડાઘ

સળ પડે વસ્ત્રોમાં

વસ્ત્રો ફાટે

વસ્ત્રો ફીટે

વસ્ત્રો બદલાય

વસ્ત્રો સજાવે આપણા શરીરને

આપણા આત્માને વસ્ત્રો સજાવી ન શકે

સંબંધ જો હોય પવન જેવા

લપેટાય

પણ ચીપકી ન જાય

વહેતા રહે

છતાં સ્પર્શીને રહે અંદર ને બહાર

ચાલો

આપણે આપણા સંબંધોને

પવન જેવા

બનાવીએ.

( કૈલાસ અંતાણી )

[આકાશવાણી ૧૨-૨-૯૦]

2 thoughts on “સંબંધો

  1. nice ur thinking and verey perfect,if all v understand than this world will b change and its better tn ramayankal.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.