તમને જાણ્યાનો

તમને જાણ્યાનો કેમ દાવો કરું

હું પણ ક્યાં કહો મને જાણું છું?

જાણી જાણીને માણસ જાણે પણ કેટલું

હું પણ વણઊકલ્યું ઉખાણું છું!

જાણવા કરતાં મને માણવું ગમે

અને માણ્યાથી જાણ્યું એ જ સાચું

મૂળ પછી ફૂલ અને પ્રગટે છે ફળ

પણ અચવચ્ચે હોય એ કાચું

અણધારી વાટ અને અંધારી રાત

હું રાત પછી ઊઘડતું વહાણું છું.

જાણવાથી કાંઈ કશો ફેર નથી પડતો

ક્યારેક ધુમ્મસના પડદાની માયા

ઊંચે ઊંચે આભમાં હોય ભલે સૂરજ

પણ ધરતી પર છાયા પડછાયા

વાસંતી લ્હેરખીના સ્પર્શે જે પ્રગટે

એ કોયલનું મોરપીંછ ગાણું છું.

( કિશોર શાહ)

6 thoughts on “તમને જાણ્યાનો

 1. તમને જાણ્યાનો કેમ દાવો કરું
  હું પણ ક્યાં કહો મને જાણું છું?
  જાણી જાણીને માણસ જાણે પણ કેટલું
  હું પણ વણઊકલ્યું ઉખાણું છું!

  Respected
  Manmoji Ben,
  Aa Pankti Khub Gami. Aapta Rahejo.
  Vanchava No Anand Aave Chhe.

 2. after reading feel there is god ho process inbetween our relation that v cant understand eachother,superb .nice thinking

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.