જાહેરમાં એ પ્રતિભા

By heenaparekh  

જાહેરમાં એ પ્રતિભા કે પાસ આવવા ન દે,

અંદરથી એ સજાગ કે છેટે જવા ન દે.

છોડ એવા શ્વાસને કે કશો એમાં દમ નથી,

જે મોતનો પસીનો સૂકવવા હવા ન દે.

મનદુ:ખ થશે જરામાં કે ઊર્મીપ્રધાન છું,

તારી બધીય વાત મને જાણવા ન દે.

તુજ દર્દ જોઈએ છે મગર આટલું નહીં

થોડી કચાશ કર, મને પૂરી દવા ન દે.

એના ઈશારા રમ્ય છે પણ એને શું કરું?

રસ્તાની જે સમજ દે, એને ચાલવા ન દે.

એવા કોઈ દિલેરની સંગત દે ઓ ખુદા,

સંજોગને જે મારું મુકદ્દર થવા ન દે.

એ અડધી મૌત કષ્ટ બની ગઈ છે પ્રાણ પર,

જે ઊંઘ પણ ન આપે અને જાગવા ન દે.

આનંદ કેટલો છે બધી જૂની યાદમાં,

કિંતુ સમય જો એમાં ખ્યાલો નવા ન દે.

કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું મરીઝ’,

પોતે ન દે, બીજાની કને માગવા ન દે.

( અબ્બાસ એ. વાસી મરીઝ’)

Share

4 Comments

  1. Posted April 7, 2009 at 7:37 pm | Permalink | Reply

    કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું ‘મરીઝ’,

    પોતે ન દે, બીજાની કને માગવા ન દે.
    The last lines tell all….the realities of LIFE !
    Chandravadan
    www,chandrapukar.wordpress.com

  2. navin shah
    Posted April 8, 2009 at 8:25 am | Permalink | Reply

    સુંદર અને હ્રદય સ્પર્શિ કવિતાના સર્જન માટે અભિનંદન. મારા બ્લોગનું સરનામું : http://www.navinshah.wordpress.com (2) navinshah.blogspot.com

  3. navin shah
    Posted April 8, 2009 at 8:28 am | Permalink | Reply

    સુંદર અને હ્રદય સ્પર્શિ કવિતાના સર્જન માટે અભિનંદન. મારા બ્લોગનું સરનામું : http://www.navinshah.wordpress.com (2) http://www.navinshah.blogspot.com

  4. YOGESH
    Posted April 8, 2009 at 9:20 pm | Permalink | Reply

    Very nice

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME