પ્રાર્થના

કોઈ વાર એવું બને

આપણે જવાની ઉતાવળ ન હોય

છતાં

આપણને જલ્દીથી ઉપાડી લેવામાં આવે.

હમણાં આવશે હમણાં આવશે

કહી નયન કોઈની પળ પળ પ્રતીક્ષા કરતાં હોય

છતાં ત્યારે જ

બળજબરીથી એને બીડી દેવામાં આવે.

આપણે કહેવા હોય માત્ર બેચાર જ શબ્દો:

હું જાઉં છું, તમે સુખી રહેજો.

પણ હોઠ બોલે તે પહેલાં જ ઠંડા પડી જાય

ને હવા પૂછ્યા કરે ન બોલાયેલા શબ્દોનાં સરનામાં.

એટલા માટે જ

આટલી નાનકડી પ્રાર્થના કરું છું:

મારી વિદાયવેળાએ

તમે હાજર રહેજો.

( વિપીન પરીખ )

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.