હું મારો છું Apr9 હું મારો છું ને તારો છું હું વાતોનો વણઝારો છું. મેં લાગણીઓને લયમાં વણી મારી શબ્દો સાથે પ્રીત ઘણી હું ભવભવનો ભણકારો છું, હું વાતોનો વણઝારો છું. મારા મનગમતા મારગનાં છે મારી પાસે સ્મરણ ને સ્વપ્નાં છે હું શીતળ એક અંગારો છું, હું વાતોનો વણઝારો છું. ( સુરેશ દલાલ )
Very nice .
heart touching poem