હું મારો છું

By heenaparekh  

હું મારો છું ને તારો છું

હું વાતોનો વણઝારો છું.

મેં લાગણીઓને લયમાં વણી

મારી શબ્દો સાથે પ્રીત ઘણી

હું ભવભવનો ભણકારો છું,

હું વાતોનો વણઝારો છું.

મારા મનગમતા મારગનાં છે

મારી પાસે સ્મરણ ને સ્વપ્નાં છે

હું શીતળ એક અંગારો છું,

હું વાતોનો વણઝારો છું.

( સુરેશ દલાલ )

Share

2 Comments

  1. YOGESH
    Posted April 9, 2009 at 12:43 pm | Permalink | Reply

    Very nice .

  2. Hitesh
    Posted April 11, 2009 at 9:51 am | Permalink | Reply

    heart touching poem

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME