શિકારીના તીરથી ઘાયલ
છેલ્લા શ્વાસ લેતી એક હરિણીએ
પોતાની આંખ ખોલી
પીડિત અને કરુણ સ્વરે
શિકારીને વીનવતાં કહયું
‘મારાં સ્તનોને છોડીને
મારાં આખા શરીરનું માંસ
તું લઈ લે
મૃત્યુજાળનાં મારાં બંધનો
તોડી દે.
અને મને છોડી દે.
ભૂખથી વ્યાકુળ મારું
નાનું બાળક
મારી રાહ જોઈ રહ્યું હશે
તેની પાસે જવા હું તત્પર છું
અને
મરતાં પહેલાં એક વાર મને
મારાં સ્તનનું દૂધ
પીવડાવવા ઈચ્છું છું.’
( હુલ્લડ મુરાદાબાદી, અનુ: ગણપતલાલ ઝવેરી )



6 Comments
saras vaat
umadaa rajuaat
maa te maa
bija badha vagadana va
maani vahal taa par jitlu lakhaay tetlu ochhu
chhe,,,,,,bhal bhalane pigdavi nakhkhe,,,
kharekhar sundar,,
superb rajuaat kare cha je hraday ne vichar kartu kare muke cha k jo ek vyakte aavu samje sakte hoe to aa aatakvad felava vada nathe samjta na samje cha pan shanic aanand mate ek lakhone ranjade che.
superb
મરતાં પહેલાં એક વાર મને
મારાં સ્તનનું દૂધ
પીવડાવવા ઈચ્છું છું.’
( હુલ્લડ મુરાદાબાદી, અનુ: ગણપતલાલ ઝવેરી )
Posted in કવિતા-હિન્દી/ઉર્દૂ
KHUB SARSH CHHE. MAA NI LAGINI NI RAJUAAT SHUNDAR RITE KARI CHHE.
tamara karne amru sahityanu gyan vadhe chhe…abhar