રાજાનું મન

રાજાનું મન રાણીમાં છે,

આખી દુનિયા પાણીમાં છે.

પાંચાલી છે નામ ગઝલનું;

કવિઓ ખેંચતાણીમાં છે.

સાચું છે તે હૈયાભીતર;

ભ્રામક સઘળું વાણીમાં છે.

તલમાં તો છે તેલ છલોછલ,

વાંક બધો આ ઘાણીમાં છે.

બાલુ સૌને માપી તો જો;

કોણ કેટલા પાણીમાં છે.

( બાલુભાઈ પટેલ )

2 thoughts on “રાજાનું મન

  1. are, talma to chhe tel chhalo chhal
    wank badho aa ghani ma chhe,,
    BALU” saune maapi to jo
    kon ketala panima chhe.

    KHUBAJ SUNDAR……

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.