આતમરામ

By heenaparekh  

હજીયે ન જાગે મારો આતમરામ!

મારો આતમરામ!

સમુંદર ઘૂઘવે છે દૂર, વાયુ સૂસવે ગાંડોતૂર,

સમજું ન ભરતી કે આ તે આવે છે તુફાન!

આ તે આવે છે તુફાન!

હજીયે ન જાગે મારો આતમરામ!

મારો આતમરામ!

સઢ સંધા ફડફડે, દોર ધીંગા કડકડે

હાજર સૌ ટંડેલ એક આ સૂનાં છે સુકાન!

મારાં સૂનાં છે સુકાન!

હજીયે ન જાગે મારો આતમરામ!

મારો આતમરામ!

વહાણ રાખું નાંગરેલું, વેપાર શી રીતે ખેડું?

સવાયા થાશે કે જાશે મૂળગાય દામ!

મારા મૂળગાય દામ!

હજીયે ન જાગે મારો આતમરામ!

મારો આતમરામ!

હવે તો થાય છે મોડું વીનવું હું પાયે પડું,

મારે તો થાવા બેઠો છે ફેરો આ નકામ!

મારો ફેરો આ નકામ!

જાગો જી જાગો મારા આતમરામ!

વહાલા આતમરામ!

( રામનારાયણ વિશ્વનાથ પાઠક શેષ )

Share

2 Comments

  1. Posted April 17, 2009 at 11:50 am | Permalink | Reply

    હીનાજી,એકસરખા બે બ્લોગ શા માટે ?
    http://parekhheena.blogspot.com & http://parekhheena.wordpress.com
    આપની મરજી,
    પણ શું એથી ડબલ મહેનત નથી પડતી ?
    જે હોય તે. બ્લોગમાં નવી નવી પોસ્ટ આપતાં રહેજો.

  2. pinke
    Posted April 17, 2009 at 12:40 pm | Permalink | Reply

    NICE .

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME