૧.
ઉપર જ્યારે આકાશ હોતું નથી
ધરતી પર ત્યારે પગ સ્થિર રહેતા નથી
ડગમગતા પગ
ને ડગમગતો જીવ
ક્યાંય ઠરતા નથી
ઉપર જ્યારે…
૨.
દરિયાકાંઠાની ખારોપાટ જમીન જેવું : જીવવું
રણની ઊડતી વંટોળાતી રેતી જેવું : હસવું
જળવિહીન તળાવની તિરાડો જેવું : રડવું
:
તારી વગર
૩.
ઠંડીના સપાટાએ નગર આખું
ટૂંટિયું વાળીને પડ્યું છે
રસ્તા બધા સૂમસામ
:
તારી વગર.
( જયા મહેતા )


