http://heenaparekh.com/2009/04/24/%e0%aa%a6%e0%ab%8b%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4/
જ્યારે હું શોધતો હતો રણમાં પડાવ, દોસ્ત;
ઘરમાં પતંગિયાની હતી આવજાવ દોસ્ત !
ઊભો છું ભિક્ષાપાત્ર લઈ તારે આંગણે…
હા, હાથમાં છે ખાલી થયેલું તળાવ, દોસ્ત !
તારી સ્મૃતિઓ સાથે હવે હો સીધો સંબંધ,
ન અંતરાય બન, હવે વચ્ચે ન આવ, દોસ્ત !
વરસોથી એક નામની સંબંધને તલાશ,
વરસો વીત્યાં તો નામ મળ્યું અણબનાવ, દોસ્ત !
માફક તને ન આવે એ સમજી શકાય છે,
મારો સ્વભાવ અંતે છે મારો સ્વભાવ, દોસ્ત !
બસ જ્યારથી મળ્યું છે હલેસું કલમ તણું,
દુનિયા ફરી વળી છે આ કાગળની નાવ, દોસ્ત !
( ડો. રઈશ મનીઆર )



One Comment
NICE, JYARE HU SHODHTO HATO RAN MA RASTO. GHAR MA PATANGIYA NI AVJAV DOSTO.