હું, ઘર ને પતંગિયું

By heenaparekh  

ખોલી દઈ બારી પથારીમાં હું

બેઠો-પડેલું લઈ છાપું વાંચું.

મને વળી શું થયું કૈંક પાછું?

લાગ્યો બધો બેઠકખંડ જોવા…

કબાટ, ઘોડા, અભરાઈ, ફોટા,

શો કેસ, સોફા-કમ-બેડ, એશટ્રે

ટિપોય ને ટેબલસેટ-રેડિયો.

-દીધું સજાવી ઘરમાં ઘણું ઘણું

-એટલામાં

આવ્યું અહીં એક ઊડી પતંગિયું

બેઠું ન બેઠું ફફડાવી પાંખો

ઘડીકમાં તો ઘર ઊંચકી બધું

ચાલ્યું ગયું બારી બહાર ક્યાંક…

હું સ્તબ્ધ-માટીઢગ શો ઠરી ગયો

ને ચીસ પાડી સળગી જ ઊઠ્યું

છાપું…

( રામચન્દ્ર બ. પટેલ સુક્રિત )

Share

One Comment

  1. Chandra
    Posted April 27, 2009 at 11:48 pm | Permalink | Reply

    ghadikma to char unchaki badhu
    chalyu gayu baari bahar kyank
    kharekhar sundar.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME