તારું છે કે મારું છે?

જ્યોતની ફરતે અજવાળું એ તારું છે કે મારું છે?

ને નીચે છે અંધારું એ તારું છે કે મારું છે?

મારું કંઈ પણ મારું ક્યાં છે? ને તારું સઘળું તારું,

જે કહેતાંતાં સહિયારું એ તારું છે કે મારું છે?

બન્ને બાજુ વહેતાં પાણી વહેંચી લીધાં ડાંગેથી,

પણ વચ્ચે છે ગરનાળું એ તારું છે કે મારું છે?

તાળીના ગગડાટના અંતે લોક પૂછે તો શું કહેશું?

નાટક આ જે ભજવાયું એ તારું છે કે મારું છે?

બેઉ જુદાં ચાલી છેવટ આંગણ આવી બેઠાં ને,

ગીત જે ઘરમાં સંભળાયું એ તારું છે કે મારું છે?

( અશરફ ડબાવાલા )

4 thoughts on “તારું છે કે મારું છે?

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.