દાગ દેખાતા હતા


દાગ દેખાતા હતા દૂરથી દિવસના ગાલ પર
એટલે હસતો રહ્યો અંધાર એના હાલ પર


આપણે એથી જ એકે યુદ્ધ ના જીતી શક્યા
કેમ કે આધાર રાખ્યો આપણે બસ ઢાલ પર


લ્હેરખીની આંખમાં લુચ્ચાઈ ફૂટતી જોઈને
પંખીએ મૂકી દીધો માળો અધૂરો કાલ પર


નાવનો તો આમ જોકે ખાસ કંઈ વાંધો નથી
પણ ભરોસો ના જ કરતો તું નદીની ચાલ પર


આજ કરફ્યુગ્રસ્ત હો આખ્ખું નગર તો ના નહીં
કોરડા વીંઝે છે જો સૂરજ હવાની ખાલ પર.


ચંદ્રેશ મકવાણા (નારાજ)

5 thoughts on “દાગ દેખાતા હતા

 1. very good
  પણ ભરોસો ના જ કરતો તું નદીની ચાલ પર

  આજ કરફ્યુગ્રસ્ત હો આખ્ખું નગર તો ના નહીં

  કોરડા વીંઝે છે જો સૂરજ હવાની ખાલ પર.

  ( ચંદ્રેશ મકવાણા ‘નારાજ’ )

 2. આપણે એથી જ એકે યુદ્ધ ના જીતી શક્યા

  કેમ કે આધાર રાખ્યો આપણે બસ ઢાલ પર

  saras

 3. માણ્યા કર કૃતિને તું મજેથી, ન આમ ધમાલ કર
  વારી ગયો ‘નટવર’ તો બ્લોગની હર કમાલ પર

  લો હું પણ કવિ થઈ ગયો !!

 4. દાગ દેખાતા હતા દૂરથી દિવસના ગાલ પર
  એટલે હસતો રહ્યો અંધાર એના હાલ પર

  bahu sarase

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *