મીરાંની કે રાણાની તું ખાલીપીલી ગઝલુ લખ મા.
પીતાં પહેલાં પ્યાલાની તું ખાલીપીલી ગઝલુ લખ મા.
અંદરથી કોઈ સાંકળ ખોલે એવો મંતર જાણી લે,
દ્વારે કંકુથાપાની તું ખાલીપીલી ગઝલુ લખ મા.
અફવાઓ ને ખબરોમાં ના શોધ્યો જડશે માણસ ક્યાંયે,
પસ્તી જેવી છાપાની તું ખાલીપીલી ગઝલુ લખ મા.
હોઠો સીવી બેઠાં છે જે એનો પણ તું મહિમા જાળવ,
બેઠો બેઠો વાચાની તું ખાલીપીલી ગઝલુ લખ મા.
ખેલી’તી જે હોળી એમાં રંગાયેલો રે’જે અશરફ,
રંગોની કે ડાઘાની તું ખાલીપીલી ગઝલુ લખ મા.
( અશરફ ડબાવાલા )
shayar no marmik katax gamyo
sundar majana katax purti
kavita pasand aavi.
SUNDER CHHE. MAJA AVI GHANA SAMAY PACHHI MAJA AVI.
આ મજા અશરફ ડબાવાળાનાં નિરીક્ષણની છે. રજૂઆત માટે ધન્યવાદ.
ખાલીપીલી ગઝલુ લખ મા
પ્રામાણિક આંતર-બાહ્ય દર્શન