આપણી વચ્ચે
કદાચ થોર જેવું કશુંક ઊગે
તો ય હું આપણા સ્વપ્નોને
શુષ્ક થવા નહીં દઉં.
આપણી વચ્ચે
અમાસ જેવું કંઈક છવાય
તો ય હું આપણાં આંગણે
દીપ પ્રગટાવવાનું નહીં વિસરું.
આપણી વચ્ચે
હું-તું પા-પા કરતું પ્રવેશે
તો ય હું ક્ષણોને સદીઓમાં નહીં થીજવું.
આપણી વચ્ચે
ક્યારેક-કોઈ પળે આપણે
ન હોવા જેવા થઈ જઈએ
તો ય હું આપણાં આંસુઓને
એકલતાના નામે
સુખપત્ર આપવાનું નહીં ચૂકું.
( કવિતા ચોકસી )



3 Comments
NICE, KOE PALE N HOVA JAVA THE JEYA TO A HU APANA AASHU O N AEKLTA NA NAME SHUKHPATR APVANU NHI CHUKU.
Khub saras lakhta raho ane mokalta raho
EKDAM SARAS,,,
EKALTANA NAME SUKH PATRA AAPWANU
NAHI CHUKU,,,,,
aap pramane kavita/ghazal pirsta rahesho.
CH@NDR@