…હોય છે


રોમાંચ ત્યાં ગયા એ સુધીનો જ હોય છે,
ઊંચાઈનું ઈનામ તો ખીણો જ હોય છે.


શ્રદ્ધાનો હાથ છોડીને દોડી ગયા હશે,
પ્રશ્નોનો તો સ્વભાવ અધીરો જ હોય છે.


ફૂલો, ઝરણ, વિહંગ તો મૌલિક રીતે કહે
ઉદગાર માનવીનો ઉછીનો જ હોય છે.


હું મારી માન્યતાના સતત પ્રેમમાં રહું,
આકાર વિશ્વનો કોઈ બીજો જ હોય છે.


ભૂલા પડી જવાયું એ જુદી છે વાત પણ,
સાચો હમેશ માર્ગ તો સીધો જ હોય છે.


( હેમેન શાહ )

5 thoughts on “…હોય છે

 1. ya, it is right. in life every movement. if u want aomting and u got that thing between jerry is more important and u got after nathi velu for this thing.

 2. bhula padi jawayu e judi waat pan
  sacho hamesh marg to sidho j hoy che…
  Jiwan ma aa kavita khubah lagati chee…
  mokalta rahesho ane kavita/ghazal
  nu amrut pirasata rahesho.
  Chandra

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.