જે બીજાઓનું ખરેખર ધ્યાન રાખે,
એ જ માણસનું ખુદા પણ માન રાખે.
સ્મિત, ખુશબૂ ને અદાઓ પાંચસો,
એક જણ પણ કેટલાં પકવાન રાખે.
ઘૂંટ મંદિર મસ્જિદોના પાઈને,
કોઈ આખા દેશને બેભાન રાખે.
એ જ ટીકાખોર બનતા હોય છે,
સાંભળે ઓછું ને સરવા કાન રાખે.
કેમ ઘરડાઘેર મોકલતા હશે?
એ જ સંતાનો જે ઘરમાં શ્વાન રાખે.
( મુકેશ જોષી )
sambhade ochhu ne sarwa kaan rakhe
e j tikakhot banta hoy chhe.
khubaj saras
khub saras.