આકાશ ક્યારેય તૂટી પડતું નથી.
નથી બે ઘરોને જોડતા રસ્તા
જમીનની અંદર ઊતરી જતા.
યથાવત રહે છે બધું જ,
સંબંધો તૂટે છે ત્યારે
માત્ર તમારા હાસ્યમાં એક વધુ તિરાડ પડે છે.
આંસુથી કાળા કાળા ડાઘ પડતા જાય છે,
ઓશિકા ઉપર અને આંખ નીચે.
એકાંત નહોર ભરીભરીને
ઉઝરડા પાડતું રહે છે
અને,
ઘવાયેલું અભિમાન
આસપાસ એક કિલ્લો ચણી લે છે-અભેદ્ય.
સ્મરણોના, સંવેદનોના આધારે
એક વેદનાની વેલ ચઢતી જાય છે
ઝૂલ્યા કરે છે – રાત-દિવસ…
ભાથામાં શબ્દો ખૂટતા જાય છે.
પણ,
તક મળે એટલે તીરની જેમ છૂટે છે.
બરાબર મર્મનું નિશાન સાધીને.
હું અને તું બની જઈએ છીએ–
અર્થ વગરનાં સંભાષણોનો એક ક્રોસ !
જેને ઊંચકીને જાતે જ જડાઈ જવા માટે,
આગળ ને આગળ વધતાં
જઈએ છીએ !
ઘડિયાળના કાંટા દરેક મુલાકાત વખતે,
વધુ ને વધુ ધીમા ફરતા લાગે છે
અને, છેવટે બ્રહ્માસ્ત્ર છૂટે છે
આખાયે બ્રહ્માંડને રસાતાળ કરીને,
આપણો એક પણ ઘા
બીજાને નથી દેખાયો-
એનો પાશવી આનંદ લઈને
ચાલી નીકળતી વખતે,
પાછળ ફરીને જોવાની હિંમત
પણ નથી દેખાડી શકતા.
લાગણીઓ-વચનો-ક્ષણો અને સંબંધો
બધું જ ચૂર ચૂર થઈ જાય છે
અને છતાં,
આકાશ તો નથી જ તૂટી પડતું !
( કાજલ ઓઝા વૈદ્ય )
ખૂબ સરસ ગઝલ છે. જિંદગીની વાસ્તવિકતાનુ તાદૃશ વર્ણન છે.
KHUB SHRSH CHHE. JIVAN NO AKHO NICHOD API DIDHO CHHE.
ખૂબ સરસ
અછાંદસની આ જ ખૂબી છે, એ ખૂબ કહી શકે છે, અને મને અછાંદસ કાવ્યો ખૂબ જ ગમે છે.
સરસ રચના
સંબંધો તૂટે છે ત્યારે
માત્ર તમારા હાસ્યમાં એક વધુ તિરાડ પડે છે.
અને,
ઘવાયેલું અભિમાન
આસપાસ એક કિલ્લો ચણી લે છે-અભેદ્ય.
સોલિડ સ્ટેટમેન્ટ !
ઉપલબ્ધ કરાવવા બદલ આભાર
amaizing……………………………..
kharekhar sabandho jyare tute che
shu kahu,,,tena wishe
jena tutya hoi teonej khayal aave ke
kem kari ne hasvu-karan ke tema tirad padi gai
hoi che.
aaje j vanchi che ,,tabiyat ne karan
badhi posto haji joi nathi wakqta male the
tamari badhi post wanchwa koshish karish
post mokalwa bahuj aabhar.