તલાશ

આપણે જિંદગીને જવાબ આપ્યો છે અલ્સર અને બ્લડપ્રેશરથી

આપણે આવતી ક્ષણ પર મદાર બાંધી

ગઈ કાલની બધી ક્ષણોને ફૂંકી નાખી.

આપણે જીવતાં જીવતાં જ હાંફી ગયા

અને સાંજે મુઠ્ઠી ખોલી પછી

ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.

આપણે મંદિરમાં ગયા અને છેતરાઈને બહાર આવ્યા.

આપણે પ્રેમ આપ્યો અને પછી

પીઠમાંથી ખંજર બહાર કાઢ્યું.

આપણે આપણું ઘર બાળીને બેઠા છીએ.

ચાલો આપણે એક સરોવરને શોધીએ….

( વિપિન પરીખ )

3 thoughts on “તલાશ

 1. આપણે પ્રેમ આપ્યો અને પછી

  પીઠમાંથી ખંજર બહાર કાઢ્યું
  V.V.NICE

 2. Heenaben “TALAASH” chhelli pankatima Veepinbhai e lakhyu chhe “”chalo aapane ek sarowar shodhhi e”””parantu jeevta jeevta j hanfi
  gaya hoi ane sanje ,sanje muthhi kholi radi padya ….aama to manvi mate sarowar gotwano
  koi arth j nathi……Juthhi maar duniyyma.

 3. SUNDER RACHNA LAKHO NE KAIK AVU JE NA THAKI

  MARU ROTU MAN SANT PADE JE MARI BHARYA JATA

  VEDNA ANUBHAVE CHHE.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.