બગાસું

By heenaparekh  

આ બગાસું

જાણે કે મારું એક માત્ર સાથી

કોઈ દિવસ એને સાદ કરી બોલાવવું પડે છે ખરું

અને આ શહેરમાં

કોઈને પણ બોલાવીએ તો પણ

કોઈ કોઈના અવાજ સાંભળે છે ખરું?

ને વગર બોલાવે આવે પણ કોણ?

પણ એને બોલાવવું પડતું નથી

એ તો આવે છે

બોલાવો કે ન બોલાવો તો પણ

બારીની ધૂળની જેમ.

સવારના પહોરથી

એ જાણે કે

મારા અસ્તિત્વની આસપાસ

જોતરાઈ જાય છે

ઘાણીના બળદની જેમ.

ને પછી તો

ટિકિટની ક્યુમાં

ટ્રેન બસની મુસાફરીમાં

પૈંડાની સાથે સાથે

એ ઘુમરતું હોય છે-

મારું એક માત્ર સંગાથી.

લંચ અવરમાં

હું કોફી અને સેન્ડવીચની સાથે હોઉં ત્યારે પણ

એ મને ગમે ત્યાંથી શોધી કાઢે છે

સાંજને સમયે

થાકેલી પાકેલી ઘેર આવું છું ત્યારે

મારા પલંગ પર

જાણે પોતાનો હકદાવો હોય તેમ

આળોટતું હોય છે.

શહેરની નિરાધાર આ વસ્તી વચ્ચે

કોઈ કોઈને સાંભળતું નથી

ત્યારે

બોલાવો કે ન બોલાવો

પણ

મારી જોડે

જાણે કે મારી કોઈ નિકટની વ્યક્તિ હોય એમ

જો કોઈ રહેતું હોય

તો

આ એક માત્ર બગાસું.

તમે સહેજ

તપાસ તો કરી જોજો

તમારી સાથે પણ

તમારા સાથી તરીકે

એના સિવાય કોણ છે?

( પન્ના નાયક )

Share

8 Comments

  1. hanif
    Posted May 18, 2009 at 3:19 pm | Permalink | Reply

    સરસ રચના.

  2. Posted May 18, 2009 at 6:39 pm | Permalink | Reply

    ખૂબ તીવ્ર કાવ્ય – શીઘ્ર પ્રત્યાયન થયું અને મેં મારા સાથીને પામી લીધું.

  3. Posted May 18, 2009 at 11:15 pm | Permalink | Reply

    કોઈ નથી!!!
    નગરજીવનનું કડવું સત્ય!.

  4. amit shah
    Posted May 19, 2009 at 3:03 pm | Permalink | Reply

    you are righght no one can with us accept it!!!!!!

  5. Posted May 19, 2009 at 5:30 pm | Permalink | Reply

    ભાઈ મારી સાથે તો ખરેખર અત્યારે બગાસું જ મારું સાથી છે…પરીક્ષાની તૈયારી કરું છું ને…એટલે… :)

    સરસ કવિતા…અને એ પણ પાછી બગાસા ઉપર…!
    પણ સાચું કહું છું…એ કવિતા વાંચતી વખતે મને એક પણ બગાસું નથી આવ્યું હોં !!!

  6. Posted May 20, 2009 at 11:36 am | Permalink | Reply

    nice one ! keep writing.

  7. MANAV PATEL
    Posted May 23, 2009 at 9:16 pm | Permalink | Reply

    KHUBAJ SUNDER RACHNA , KEEP GOING . DHANYVAD .
    MANAV.

  8. Posted June 1, 2009 at 9:11 pm | Permalink | Reply

    bahu sunder

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME