ફૂલ જેવું કૈં

By heenaparekh  

ફૂલ જેવું કૈં ઉગાડી જોઉં છું
એ રીતે પણ સાદ પાડી જોઉં છું..

કૂદતી તિતલી સમી દૃશ્યાવલી
યાદનું પુસ્તક ઉઘાડી જોઉં છું

સાવ ઉજ્જડ મન થયું છે એ હદે
ક્યાંય પણ જંગલ ને ઝાડી જોઉં છું

કંપ કોઈ શું થયેલો દિલ મહીં
સર્વ શ્રદ્ધાઓ તિરાડી જોઉં છું

હરકોઈ જ્યાં થઈ ગયું છે દર્દહીન
ત્યાં ‘પ્રણય’ તુજને અનાડી જોઉં છું

( પ્રણય જામનગરી )

Share

5 Comments

  1. Posted May 19, 2009 at 2:07 pm | Permalink | Reply

    સાવ ઉજ્જડ મન થયું છે એ હદે
    ક્યાંય પણ જંગલ ને ઝાડી જોઉં છું.

    સુંદર શેર…

  2. Posted May 19, 2009 at 2:17 pm | Permalink | Reply

    સરસ રચના.

  3. dharuthakkar
    Posted May 19, 2009 at 7:33 pm | Permalink | Reply

    આ ગઝલ મૂકવા બદલ આભાર. મને પસંદ પડી.

  4. Chandra
    Posted May 22, 2009 at 11:14 pm | Permalink | Reply

    ful jevu ke.
    sundar ghazal,,,
    prastut karva badal aabhar.

  5. Posted June 1, 2009 at 9:10 pm | Permalink | Reply

    કૂદતી તિતલી સમી દૃશ્યાવલી
    યાદનું પુસ્તક ઉઘાડી જોઉં છું

    સાવ ઉજ્જડ મન થયું છે એ હદે
    ક્યાંય પણ જંગલ ને ઝાડી જોઉં છું

    bahu sunder share

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME