http://heenaparekh.com/2009/05/20/%e0%aa%86%e0%aa%aa%e0%aa%a3%e0%ab%87/
આમ તો આભાસ જેવા આપણે,
ને મળેલા પ્રાસ જેવા આપણે.
ચોતરફ વિસ્તાર છે મૃગજળ તણો
ને મૃગોની પ્યાસ જેવા આપણે.
વરદાન કે અભિશાપ આ ખાલીપણું!
અંતહીન આકાશ જેવા આપણે.
કંઠમાં ના ગીત છે ના ડૂસકું,
કો’ થીજેલા શ્વાસ જેવા આપણે.
છાતીમાં સમદર શબદના ને છતાં,
મૌનના આવાસ જેવા આપણે.
( કૈલાસ અંતાણી )
[આકાશવાણી ૧૨-૨-૯૦]



3 Comments
ચોતરફ વિસ્તાર છે મૃગજળ તણો
ને મૃગોની પ્યાસ જેવા આપણે.
આ પંક્તિઓ હૃદયને સ્પર્શી ગઈ.
છાતીમાં સમદર શબદના ને છતાં,
મૌનના આવાસ જેવા આપણે.
સરસ છે
AMTO ABHASH JAVA APANE . NA MLELA PRASH JAVA APNE. NICE THINK.