અનુશાસન

અંધારા સાથે બાખોડિયા ભરતો દીવો

કદીય

’તમસો મા જ્યોતિર્ગમય’-શબ્દોથી

ભગવાનને disturb નથી કરતો.

રસોડાના એક ખૂણે ઊભેલું રેફ્રિજરેટર

ઠંડે કલેજે ગરમીનો સામનો કરતું રહે છે.

વૃક્ષો ક્યારેય

સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો મોઢે નથી કરતાં.

મેઘધનુષના રંગોમાં

સિનિયોરિટીનો ઝગડો નથી થતો.

માત્ર માણસ,

હા, માત્ર માણસ જ

અનુશાસનની વાતો કરે છે!

( ગુણવંત શાહ )

6 thoughts on “અનુશાસન

  1. Namaskar,
    Aanusashan ane Ekchalkanuvrtitva e manas mate jaruri chhe.To j yogaya vikas thay ne?
    Kusum..

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.