ક્યાં કહું છું કે

By heenaparekh  

ક્યાં કહું છું કે કશું કરજો તમે? .
શૂન્ય મનમાં આવીને વસજો તમે

કેમ રાખ્યાં બંધ બન્ને બારણાં?
મોત કેવો ભેદ છે, સમજો તમે

વાંક મારા ભાગ્યનો કાઢો નહીં
વાંક થોડો નિજનો તારવજો તમે

યાદ આપે દર્દ કાયમનાં મને
જખ્મ જૂનો થાય તો ખણજો મને

હોય છે ‘ઈર્શાદ’ પાણી પાણી મન
મન મળે, એને જ તે મળજો તમે

( ચિનુ મોદી)

Share

6 Comments

  1. Chandra
    Posted May 22, 2009 at 9:08 pm | Permalink | Reply

    man male , enej te maDjo tame..

    Sundar kavya.

  2. Posted May 22, 2009 at 10:54 pm | Permalink | Reply

    saras!

  3. himanshu
    Posted May 23, 2009 at 10:47 am | Permalink | Reply

    top of the poem

  4. pinke
    Posted May 23, 2009 at 12:48 pm | Permalink | Reply

    vah vah khub sharsh cha.

  5. Posted May 26, 2009 at 4:46 pm | Permalink | Reply

    હોય છે ‘ઈર્શાદ’ પાણી પાણી મન
    મન મળે, એને જ તે મળજો તમે

    સુંદર.

  6. Posted June 1, 2009 at 9:08 pm | Permalink | Reply

    chinubhai ni sunder rachana

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME