કાયમ કાયમ કરગરવાનું?
શું છે આ જીવવાનું, ઈશ્વર? શું છે આ મરવાનું?
કાયમ કાયમ કરગરવાનું?
ગગનગોખમાં બાળક થઈને ગેબી બોલે, એ તું જ કે?
સવાર પડતાં કમળફૂલોના ઢગલા ખોલે, એ તું જ કે?
ક્ષણે ક્ષણે લઈ શ્વાસો મારે બીજું શું છે કરવાનું?
કાયમ કાયમ કરગરવાનું?
કરવત લઈને સમય તણો થડ મારું કાપે, એ તું જ કે?
ચેહ સમીપે બેસી ખડખડ હસતો તાપે, એ તું જ કે?
રાખ અગર તો ધૂળ થઈને લખ્યું કાં તે ઠરવાનું?
કાયમ કાયમ કરગરવાનું?
( અનિલ વાળા )
excellent HeenaJI !!!!!!
really its true na!!!!!!!!!!amajing
if we understand that than its truth of life na!!! god is god nothing else
ચેહ સમીપે બેસી ખડખડ હસતો તાપે, એ તું જ કે?
સરસ.
KHUB SARAS.
Sachi vat kari valabapu.
Aabhar Heenaji
rakh agar to dhood thai lakhyu ka te tharwanu?
ક્ષણે ક્ષણે લઈ શ્વાસો મારે બીજું શું છે કરવાનું?
કાયમ કાયમ કરગરવાનું?
bahu sunder rachana
Very Good