પડખું ફરો ત્યાં

પડખું ફરો ત્યાં આંખમાં ખૂંપી જતો દિવસ,
સૂરજથી વહેલો શહેરમાં ઊઠી જતો દિવસ.

મહોરે છે એના રૂપની નમણાશ સાંજના,
દરિયાની ભીની રેતમાં ખૂલી જતો દિવસ.

પરસેવો હાથ ચોળતો ઊભો હતો અને,
ખિસ્સામાં હાથ નાખીને નીકળી જતો દિવસ.

દીકરીને વહાલ આપવા જેવું નસીબ ક્યાં?
વહેલી સવારે હાથને પકડી જતો દિવસ.

એણે હજી ક્યાં શહેરને જોયું છે એ પછી,
સૂરજને માટે સાંજના ડૂબી જતો દિવસ.

( કૈલાસ પંડિત )

3 thoughts on “પડખું ફરો ત્યાં

  1. Dikari ne wahal aapwa jevu naseeb kyan ??
    DIKARI NO PREEM TO ANERO HOI CHE,,,,,
    PARKI THAPAN KEWAI NE .
    khub saras …aavi ja kavita/ghazalo pirasta rahesho.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.