વાત બાવાજી કરેચ, સોચ થોરામાં ઘનુ
કોન કોનું થઈ સકેચ, સોચ થોરામાં ઘનું.
આ બઢી માયા-મહોબત લાગની વલગન બધું
પેટનો ખારો ભરેચ? સોચ થોરામાં ઘનું
વેચવા નીકલે તું તારા પ્રેમની સ્તોરી અગર
દોઢિયું બી સું મલેચ? સોચ થોરામાં ઘનું
ફલ સફરજનનું ન તોડ, બાવા આદમને તું પૂછ
કોને ફલિયું કે કૂદેચ, સોચ થોરામાં ઘનું
ફૂંક કેન્ડલને લગાવી જ્યુબિલીને દિન પતિ
આગ દિલની હોલવેચ, સોચ થોરામાં ઘનું
( ડો. રઈશ મનીઆર )
vaah
ghanu saras…
Namaskar,
Thora ma Ghanu saras.
Thanks for your comment Dr.
Heena.
VAAH VAAH GHANU GHANU SRU CHA HOOOOOOOOOOO.
મને પારસી ભાષા બો ગમે ચ. આવી રચનાઓ મૂકટા રેજો…