ડૂસકાં રોકવા તું મને પ્યાલા ન મોકલાવ
આવવું હોય તો આવ, ખોટાં ખુલાસા ન મોકલાવ
જાણે છે સારી રીતે હું ફૂલોનો ચાહક છું!
પર્ણોમાં નકલી, તું મને ગુલાબ ન મોકલાવ
સમજે છે બરાબર, હું લાગણીઓ પર્યાય છું
ટહૂકા સાથ અસલી મને પાનખર ન મોકલાવ
જૂએ છે રોજ તું, હું ડૂબતી નૌકા છું
કિનારાની લાંચ આપી, દિલાસા ન મોકલાવ
( માધુરી દેશપાંડે )
સરસ.
આ વાંચીને આદિલ સાહેબની આ જ રદીફ પરની ગઝલ યાદ આવી ગઈ.
તું વાતે વાતે શબ્દના ભારા ન મોકલાવ
તારા વિશેના અમને દિલાસા ન મોકલાવ
મંઝિલ તો ઝાંઝવાનું બીજું રૂપ છે અહીં
તું એને શોધવા વધુ રસ્તા ન મોકલાવ
જે આંખમાં રહેતો હતો ચહેરો કોઈનો
વેરાન એવી આંખમાં સપના ન મોકલાવ
આકાશ લઈને ચાંદ તો ડૂબી ગયો, હવે
અવકાશ ભરવા અમથા સિતારા ન મોકલાવ
છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દના
તળિયેથી તારા મૌનના પડધા ન મોકલાવ
આંસુ વહીને જાય છે પગલાંની શોધમાં
બીજી તરફથી એને તું પાછાં ન મોકલાવ
બેસી પલાંઠી વાળીને સૂરજની વચ્ચોવચ
છ અક્ષરોના નામના દીવા ન મોકલાવ
હંધાય આલા ખાચરો જે બેઠા ડાયરે
તે સૌને ઘોળી ઘોળી કહુંબા ન મોકલાવ
પૂરી થઈ નથી હજી જીવનની આ ગઝલ
અધવચ્ચે આમ અટકીને મકતા ન મોકલાવ
વરસ્યો’તો ધોધમાર તો વરસ્યા જ કર હવે
આદિલના દિલમાં યાદના છાંટા ન મોકલાવ
-આદિલ મનસૂરી
ઉપરની ગઝલ આદિલ સાહેબે રમેશ પારેખને યાદ કરીને લખી છે તો રમેશ પારેખે લખેલી આ જ રદીફ પરની ગઝલ જુઓ –
આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ
ફૂલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ
રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ
તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને
પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ
ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે
હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ
થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.
– રમેશ પારેખ.
NICE.